Directory Image
This website uses cookies to improve user experience. By using our website you consent to all cookies in accordance with our Privacy Policy.

સ્તન કેન્સર વિશે તમારે જાણવા જેવી જરૂરી માહિતી

Author: Garavi Gujarat
by Garavi Gujarat
Posted: Nov 10, 2023

વૈશ્વિક સ્તરે, ઓક્ટોબર મહિનો સ્તન કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે, જે યુકેમાં કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે.

https://www.garavigujarat.biz/health-advise2/

સાઉથ વેસ્ટ લંડન બ્રેસ્ટ સ્ક્રિનિંગ સર્વિસના કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ ડૉ. મમતા રેડ્ડી કહે છે, "લગભગ 7માંથી 1 મહિલાને તેમના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સર હોવાનું જણાવવામાં આવશે."

ડો. રેડ્ડી ઉમેરે છે કે "સ્તન કેન્સરનું શક્ય તેટલું વહેલું નિદાન થાય તો સારવાર વધુ સફળ થવાની સંભાવના વધારે રહે છે. તેથી, એ મહત્વનું છે કે આપણે બધા જાણીએ કે બ્રેસ્ટ સ્ક્રીનીંગ વિશે શું ધ્યાન રાખવું, અને કેવી રીતે મદદ મેળવવી. આ માટે આપણે પુરુષો સાથે વાત કરવાની પણ જરૂર છે, કારણ કે દરેકને બ્રેસ્ટ ટીસ્યુ હોવાથી તે ખૂબ જ દુર્લભ હોવા છતાં, તેમને પણ સ્તન કેન્સર થઈ શકે છે."

મારે શું ધ્યાન રાખવું જોઈએ?

ડૉ. રેડ્ડી કહે છે કે "તમારા સ્તનો સામાન્ય રીતે કેવા દેખાય છે અને કેવા લાગે છે તે તમારે જાણવું મહત્વપૂર્ણ છે. તમારા સ્તનોની નિયમિત તપાસ કરીને તેની સાથે પરિચિત થવાથી, તમને એવા ફેરફારો જોવામાં મદદ મળશે જે સ્તન કેન્સરના ચિહ્નો હોઈ શકે છે. જો તમે સ્તનની નિયમીત તપાસ કરતા ન હો તો, જો તમને નિયમિત રીતે પીરીયડ્સ (માસિક સ્ત્રાવ) આવતા હોય ત્યારે અથવા દર મહિને તે જ સમયે કે સામાન્ય રીતે તે સમય પછી તમારી જાતને તપાસવી વધુ સારું છે."

સ્તનમાં દુખાવો ખૂબ સામાન્ય છે, પરંતુ સામાન્ય રીતે તે સ્તન કેન્સરની નિશાની નથી. પ્રથમ ચિહ્નોમાંની એક ગાંઠ અથવા સ્તનના જાડા ટીસ્યુઓનો વિસ્તાર હોઈ શકે છે. ડૉ. રેડ્ડી સમજાવે છે કે "ઘણા લોકોને ગાંઠ દેખાતાની સાથે જ ચિંતા થવા લાગે છે, પરંતુ ઘણા ગાંઠો સદનસીબે કેન્સરગ્રસ્ત નથી હોતી, આ માટે ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી જ શ્રેષ્ઠ છે."

જો તમને નીચેના લક્ષણો જણાય તો તમારે તમારી GP પ્રેક્ટિસનો સંપર્ક કરવો જોઈએ:

  1. એક અથવા બંને સ્તનોના કદ અથવા આકારમાં ગાંઠ અથવા ફેરફાર
  2. તમારી કોઈપણ બગલમાં ગાંઠ અથવા સોજો
  3. તમારા સ્તનોની ત્વચા પર ડિમ્પલિંગ
  4. તમારા સ્તનની ડીંટડી પર અથવા તેની આસપાસ ફોલ્લીઓ
  5. તમારા બંને સ્તનની ડીંટીમાંથી સ્રાવ, જેમાં લોહી હોઇ શકે છે
  6. તમારા સ્તનની ડીંટડીના દેખાવમાં ફેરફાર, જાણે કે તે તમારા સ્તનમાં ખૂંપી ગઇ હોય.

તમારી જાતે તમે કેવી રીતે તપાસ કરી શકો છો તે અહીં ક્લીક કરી જાણી શકો છો

www.nhs.uk/common-health-questions/lifestyle/how-should-i-check-my-breasts

શું મને વધુ જોખમ છે?

યુકેમાં, વિવિધ પૃષ્ઠભૂમિની સ્ત્રીઓમાં સ્તન કેન્સરનો દર અલગ-અલગ હોય છે. તમારી પૃષ્ઠભૂમિ ગમે તે હોય, લક્ષણો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત, જ્યારે સ્તન કેન્સરના ચોક્કસ કારણો સંપૂર્ણપણે સમજી શક્યા નથી, કેટલાક પરિબળો તેને વિકસાવવાનું જોખમ વધારી શકે છે.

ડૉ. રેડ્ડી કહે છે કે "સ્ત્રી હોવું અને વધતી જતી ઉંમર એ સ્તન કેન્સર માટેના બે સૌથી સામાન્ય જોખમો છે. સ્તન કેન્સરના 10 માંથી 8 કેસો 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં નિદાન થાય છે જેઓ મેનોપોઝમાંથી પસાર થઈ હોય. પરંતુ યુવાન સ્ત્રીઓ અને પુરુષોને પણ સ્તન કેન્સર થઈ શકે છે.’’

ડૉ. રેડ્ડી કહે છે કે ‘’જો તમારા નજીકના સંબંધીઓને સ્તન કેન્સર અથવા ઑવરીનું (અંડાશય) કેન્સર થયું હોય, તો તમને વધુ જોખમ હોઈ શકે છે.

"ચોક્કસ જીન્સ (જનીનો) માતાપિતા દ્વારા બાળકમાં પસાર થાય તે શક્ય છે. જો તમે ચિંતિત હો, તો સલાહ માટે તમારી GP પ્રેક્ટિસને પૂછો અને તેઓ તમને NHS જીનેટીક ટેસ્ટ માટે રીફર કરી શકશે. તે ટેસ્ટ તમને જણાવશે કે શું તમને કેન્સરનું જોખમ ધરાવતા જીન્સ વારસામાં મળ્યા છે અથવા તમને અન્ય કોઈ કારણસર જોખમ વધારે છે કે કેમ.

શું હું તેને રોકી શકું?

જો કે સંશોધનમાં સ્તન કેન્સરને કેવી રીતે અટકાવી શકાય તે જોવામાં આવ્યું છે, તેમ છતાં કોઈ ચોક્કસ તારણો નથી. કેટલાક અભ્યાસોએ સૂચવ્યું છે કે નિયમિત કસરત કરવાથી સ્તન કેન્સર થવાનું જોખમ લગભગ ત્રીજા ભાગ જેટલું ઘટાડી શકાય છે. તંદુરસ્ત વજન જાળવવું, સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું ઓછું સેવન અને આલ્કોહોલનું સેવન ઓછું કરવાથી પણ ફાયદો થઈ શકે છે. આ પહલાં સામાન્ય સ્વાસ્થ્યમાં પણ મદદ કરી શકે છે, અને હૃદય રોગ, ડાયાબિટીસ અને કેટલાક અન્ય કેન્સર જેવી પરિસ્થિતિઓના જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજન કેટલીકવાર સ્તન કેન્સરના કોષોને ઉત્તેજિત કરી શકે છે અને તેમને વધવા માટેનું કારણ બને છે. જો તમને નાની ઉંમરે પીરિયડ્સ આવવાનું શરૂ થયું હોય અને મેનોપોઝ એવરેજ કરતાં પાછળથી અનુભવ્યું હોય, તો તમે લાંબા સમય સુધી એસ્ટ્રોજનના સંપર્કમાં આવ્યા હશે જે તમારા જોખમને વધારી શકે છે. વધારે વજન હોવાને કારણે શરીર દ્વારા વધુ એસ્ટ્રોજન ઉત્પન્ન થાય છે, જે અમુક પ્રકારના સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે.

અભ્યાસો સૂચવે છે કે સ્તનપાન કરાવવાથી સ્તન કેન્સર થવાનું જોખમ ઘટાડવામાં થોડી ફાયદાકારક અસર થાય છે.

Rate this Article
Leave a Comment
Author Thumbnail
I Agree:
Comment 
Pictures
Author: Garavi Gujarat

Garavi Gujarat

Member since: Nov 03, 2023
Published articles: 2