Directory Image
This website uses cookies to improve user experience. By using our website you consent to all cookies in accordance with our Privacy Policy.

તમારી માનસિક સુખાકારીની ટૂલ કીટ

Author: Chandni Soni
by Chandni Soni
Posted: Mar 08, 2024

આપણી રોજિંદી દિનચર્યાઓમાં નાના ફેરફારો કરવાથી આપણી માનસિક સુખાકારીને તેજ કરી શકાય છે

CTA: એવરી માઇન્ડ મેટર્સની સાથે તમારી નાની મોટી બાબતોને શોધો: nhs.uk/every-mind-matters/

એક સામાન્ય કહેવાય તેવી હકારાત્મક દૈનિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી શકે છે.

મરિયમ હબીબ તેના બીજા બાળક સાથે ગર્ભવતી હતી ત્યારે તે અપમાનજનક લગ્નથી છૂટી થઈ હતી, જેના માટે તે તૈયાર ન હોવાથી તેણીને અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.

સિંગલ પેરેન્ટ તરીકે મરિયમે ઘણા દબાણોનો સામનો કરવો પડ્યો હતો અને તેણીએ તેની માનસિક સુખાકારી અને તેની ચિંતા કરવાતી લાગણીઓને દૂર કરવામાં મદદ કરવા માટેના પગલાં લેવાની જરૂરિયાતને ઓળખી હતી.

મરિયમે શોધી કાઢ્યું હતું કે રોજિંદી કામગીરી કરવાથી તેને ખુદને ‘સુખ આપતી જગ્યા’ શોધવામાં મદદ મળી છે અને તેણીની માનસિક સુખાકારીને ટેકો આપ્યો છે.

તે કહે છે કે: "દરરોજ હું હકારાત્મક રીતે મજબૂત થાઉ તે માટે થોડી નોંધો કરવા માટે સમય કાઢું છું – ઉદાહરણ તરીકે, હું કેવું અનુભવું છું અને મારા વિચારો શું છે તે લખું છું.

"હું મારી જાતને યાદ કરાવું છું કે હું સુંદર છું, હું મજબૂત છું, અને હું મારા જીવનનું નિયંત્રણ કરૂ છું. આ સમય દરમિયાન, હું ધાર્મિક પાઠ પણ સાંભળું છું – મને તે અતિશય સુખદાયક અને શાંત લાગે છે.

"સૂવાના સમયે હું આરામ કરવા, મારું મન સાફ કરવા અને રાત્રે શાંતિપૂર્ણ ઊંઘ લેવા માટે શ્વાસ લેવાની કેટલીક કસરતો કરું છું. મારા બાળકો મારી સૌથી મોટી પ્રેરણા છે અને રીલેક્ષેસન રૂટીન બનાવીને હું શ્રેષ્ઠ માતા બની શકું છું."

હવે, મરિયમ માત્ર તેના નાના બાળકોને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેરતી જ નથી, પરંતુ તેણી તેના બીએસસી (ઓનર્સ) હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિગ્રી અભ્યાસમાં પણ પાછી આવી છે અને તેને પ્રતિષ્ઠિત YAYA એવોર્ડ્સ માટે તેની સરાહના કરવામાં આવી છે અને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

અમે NHSના એવરી માઇન્ડ મેટર પ્રોગ્રામની શ્રેષ્ઠ પ્રેક્ટિસનું અન્વેષણ કરીએ છીએ

તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે તમે તેને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરી શકો છો.

આ ટોચની ટીપ્સ સાથે તમારી ‘નાની મોટી બાબતો’ શોધો:
  • શારીરિક રીતે સક્રિય થાવ
  • સક્રિય રહેવું તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ સારું નથી, તે ત

મારા મન માટે પણ સારું છે. તે તમારી નર્વસ ઊર્જાને બાળી નાખવામાં મદદ કરી શકે છે. તે કદાચ તકલીફની લાગણીઓને સંપૂર્ણપણે અદૃશ્ય કરી શકતું નથી, પણ તે તેમને ઓછી તીવ્ર બનાવી શકે છે. તમે હળવા ઓનલાઈન યોગ વર્ગો, ઘરની આસપાસ હેરફેર અથવા તાજી હવામાં ટૂંક સમય માટે ચાલવાનું પસંદ કરી શકો છો. વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો : https://www.garavigujarat.biz/mental-health-b-6/

Rate this Article
Leave a Comment
Author Thumbnail
I Agree:
Comment 
Pictures
Author: Chandni Soni

Chandni Soni

Member since: Jan 22, 2024
Published articles: 1